1

1

મંગળવાર, 24 જુલાઈ, 2012

એક શબ્દમાં સહેજ ફેર કરવાથી અર્થ સમુળગો બદલાઇ જાય્. ૧. શાપ –અને શંકરના ગળામાંથી શાપ નીકળ્યો. સાપ –અને શંકરે ગળામાં સાપનો હાર પહેર્યો. ૨.શરત – તને એ શરત તો યાદ છે ને ? સરત્-તને તેને કહેવાનું સરત ન આવ્યું. ૩.ઉદર – અનાજ હશે તો ઉદર ભરાશે ઉંદર –ઉંદર ભરાશે તો અનાજ બગાડશે. ૪.કાપ –શેરડીનો કાપ મોડો પડશે કાંપ –શેરડી માટે જમીનમાં કાંપ જરુરી છે. – સડેલું લોહી કાપ મૂક્યા વગર શેં નીકળશે? – હવે ગરમીમાં વીજળીનો કાપ શરુ… ૫.-આખો-આગથી આખો મલક સળગી ગયો. આંખો –મરચું લાગવાથી આંખો સળગી ઉઠી. ૬.ભાળો –અહીં આ જ ઘાસમાં સાપને ભાળો. ભારો –આ મેં કાપેલો ઘાસનો ભારો. ૭.સંભાળ-માંદગીનો વાવર છે તબિયત સંભાળ. સંભાર –પાપ તારું પરકાશ જાડેજા,ધરમ તારો સંભાર. ૮.રાશિ –બારમાંથી તારી રાશિ કયી છે. રાશી –બારમાંથી કયો પુરુષ રાશી છે. ૯. વારિ- મહેમાન માટે કળશમાં વારિ આણો. વારી-મહેમાન તમો મોંઘેરા,તમારા પર વારી જાઉં. વાળી-ધન ગંગાબાઇની વાળી,સવા વાલ થયા વનમાળી. ૧૦.સરઘસ-ચુંટણીપ્રચારનું સરઘસ. સરકસ –નેતાઓનું વિધાનસભામાંનું સરકસ. ૧૧.કૃતઘ્ન-મીરજાફર કૃતઘ્ન. કૃતજ્ઞ- ભામાશા કૃતજ્ઞ ૧૨.ઉગાડવું –ખેડૂતો અનાજ ઉગાડે છે. ઉઘાડવુ – ઘર ઉઘાડવુ ૧૩.નળ –પાણી માટેનો નળ. નર – પાણી વગરનો નર. ૧૪.નિશ્ચિત-એનું મરણ ઓપરેશન પછી પણ નિશ્ચિત છે. નિશ્ચિંત-એનું ઑપરેશન થઇ જતાં જ અમે નિશ્ચિઁત થઇ ગયા. ૧૫.ભાગી-એનો દીકરો ગામ છોડી ભાગી ગયો. ભાંગી-એની દીકરી વિદાયમાં એ ભાંગી ગયો. ૧૬. કમળ-કમળનાં ફુલ હાથમાં રાખો. કમર-હાથ કમર પર રાખો. ૧૭.ચાલ-તું મારી સાથે ચાલ. ચાળ –તું આ લોટને ચાળ. -આ ચાલમાં તે રહે છે. -તું એની ચાલમાં જરુર ફસાવાનો ! -ઘોડાની આ ચાલ ને રેવાલ કહે છે. -આ છોકરીની ચાલ લટકાળી છે. ૧૮.ગોર – ગોર મહારાજ કથા કહેશે. ગોળ- પૃથ્વી ગોળ છે. -અમે આ ગોળમાં કન્યા આપતાં નથી. ગૉળ- ગૉળ નાખો એટલું ગળ્યુ થાય. ૧૯.શાળા- આ મારી પ્રાથમિક શાળા. સાળા-આ મારા મોટા સાળા. સારા –આ અક્ષર કેટલાં સારા. સાલા- સાલા,તું માણસ છે કે ? ૨૦.માસ- ફાગણનો માસ. માંસ- બકરાનું માંસ. ૨૧.ગાળ-તું ગાળ બોલે છે,એટલે.. ગાલ- તને ગાલ પર તમાચો પડ્યો. ૨૨.મરી-મારો મિત્ર અકસ્માતમાં મરી ગયો. મળી-મારો મિત્ર અકસ્માતે જ મળી ગયો. ૨૩.માળો-ચકલી નો માળો. મારો- આ કમરો મારો છે. -એ દોષી નથી,એને કાં મારો? -આગ પર પાણીનો મારો ચલવાયો. ૨૪.શાલ- આ સુંદર કાશ્મિરી શાલ ! સાલ- આ સાલ વરસાદ સારો છે. સાલ- સાગનું લાકડું સાલ કરતાં મજબૂત હોય છે. ૨૫.સાંભળવું-હું બાળપણમાં ગામને ચોરે રામાયણ સાંભળતો. સાંભરવું- મને ગામનો ચોરો જોઇ બાળપણ સાંભરતું. ૨૬.ચૂક-સેવામાં ચૂક રહી ગઇ ફોય તો,માફ કરશો. -તું આ તક ના ચૂક. -તને શી પેટમાં ચૂંક આવે છે. -લે ,આ દિવાલમાં ચૂંક મારી દે. ૨૭.નાસતો-પોલીસે નાસતો ચોરને પકડી લીધો. નાસ્તો- પોલીસ નાસ્તો કરતી રહી,અને ચોર ભાગી ગયો. ૨૮. હશે –હશે ભાઇ!ભૂખ્યો છે. – તે આવતો જ હશે. હસે- હસે તેનું ઘર વસે. ૨૯.ગુણ-આ તમારો ગુણ.. ગૂણ-આ બાજરીની ગૂણ. ૩0.સુર-દેવ. સૂર-તાનસેન નો સૂર. ૩૧.વધુ-આવર્ષે વર્સાદ વધુ પડ્યો -વધૂ,વંશ વધારે તે વધૂ ૩૨.લક્ષ-લાખની સંખ્યા લક્ષ્ય – ધ્યેય કે નિશાન, ૩૩.રવી- વસંત ઋતુ રવિ – સૂર્ય કે રવિ વાર્, ૩૪.મૂડી- મિલ્કત મૂંડી – માથુ, ૩૫.માળે-ઉપલો માળ મારે -મારે ઘરે, ૩૬.સફર-યાત્રા સફળ- સફળ, ૩૭શિલા-પથ્થર્ શીલા ચારિત્ર વાન્, ૩૮.પાણી-જળ પાણિ – હસ્ત હાથ ૩૯. ચિતા-આગ ચિંતા-દુખદ વિચારો આપ પણ વિચારશો તો આવુ ઘણુ બધુ આપણી ભાષામાં છે જે ગર્વ કરવા જેવી વાતો છે. આનુ સંવર્ધન એ આપણી વાચક અને લેખક તરીકે ફરજ છે.

4

4